ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટનું આયોજન જ્ઞાન ધ્યાન કેન્દ્ર ‘મનન આશ્રમ’ અને ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવે છે. આ રિટ્રીટ સરશ્રીની શિક્ષાઓ પર આધારિત છે. આ જીવનમાં પરિવર્તન લાવનાર રિટ્રીટ ૧૮ વર્ષથી વધુ ઉંમરના બધાં લોકો માટે યોગ્ય છે.
આ રિટ્રીટમાં, સહભાગીઓને સરળ પરંતુ અત્યંત અસરકારક તકનીકો પૂરી પાડવામાં આવે છે. જે આપને જીવનના પડકારો વચ્ચે આત્મવિશ્વાસથી આગળ વધવા અને શાશ્વત સફળતા પ્રાપ્ત કરવા માટે તૈયાર કરે છે. રિટ્રીટની શિક્ષાઓ બિનસાંપ્રદાયિક (ધર્મનિરપેક્ષ) છે.

ચેતનાના સ્વાભાવિક ગુણો, જેમ કે પ્રેમ, આનંદ, અસીમ શાંતિ (મૌન), કરૂણા, ભરપૂરતા અને સર્જનાત્મકતાના વિશુદ્ધ અને સ્થાયી ઉપસ્થિતિમાં રહીને પ્રકટ થવા દો.

સરળ સાધનોની પ્રાપ્તિ માટે સુલભતા મેળવો, જેમના ઉપયોગથી દૈનિક જીવનમાં થતી મનની ઉથલ-પાથલ શાંત કરી, પોતાના સ્વભાવને પ્રગટ કરો.

જ્યારે ઇચ્છો ત્યારે પોતાના શુદ્ધ અસ્તિત્વના સંપર્કમાં રહેવા અને બધા જવાબોનું કેન્દ્ર (આંતરિક ગુરૂ) સાથે જોડાવા માટે ઉપયોગમાં લાવી શકાય એવી (વ્યવહારિક) કળા પ્રાપ્ત કરો.

ધ્યાન (મેડિટેશન), ક્રિયા (કર્મ, ઍકશન), જ્ઞાન (વિઝડમ) અને ભક્તિ (ડિવોશન) સાધના દ્વારા છૂટી ગયેલી કડીઓને શોધી કાઢો.

આપના મનો-શરીર યંત્રના સ્વભાવને સમજીને પોતાને મર્યાદિત બનાવનારી આદતો, સંસ્કારો અને વૃત્તિઓ (પેટર્ન્સ) માંથી મુક્તિ મેળવો.

મન-કેન્દ્રિત જીવન થી ચેતના-કેન્દ્રિત જીવનમાં રૂપાંતરિત થવા માટે વ્યવહારિક રીતો શીખો.
દુનિયાભરના 1,10000 થી વધુ લોકો આ રિટ્રીટમાં સહભાગ લઈ ચૂક્યા છે.
તેજજ્ઞાન ફાઉન્ડેશન પોતાની સિસ્ટમ ફોર વિઝડમ માટે ISO પ્રમાણ પ્રાપ્ત કરનારું પહેલું અને કેટલાક આધ્યાત્મિક સંગઠનોમાંથી એકમાત્ર સંગઠન છે.
સરશ્રીએ જીવનના મૂળ (અંતિમ) સત્ય પર અને વ્યવહારિક જીવનના વિવિધ પાસાઓ પર 4000 થી વધુ પ્રવચનો આપ્યા છે અને 200 થી વધુ ગ્રંથોની રચના કરી છે!
સરશ્રીએ મનન આશ્રમના પાયાની સ્થાપના કરી છે, જ્યાં તમામ સાધકોને ઉચ્ચતમ સ્તરનું જ્ઞાન આપવામાં આવે છે. છેલ્લા 25 વર્ષોમાં લાખો લોકોએ તેજજ્ઞાનનો લાભ લીધો છે અને પોતાના જીવનમાં ઉચ્ચતમ પરિવર્તન મેળવ્યું છે. સરશ્રી ખૂબ જ સરળ અને આજની લોકભાષામાં તેજજ્ઞાન પ્રદાન કરે છે.
સરશ્રીની રિટ્રીટે લાખો લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે અને તેમની શિક્ષાઓએ વૈશ્વિક ચેતના વધારવા માટે વિવિધ સામાજિક પ્રયત્નોને પ્રેરણા આપી છે.
વિશ્વપ્રસિદ્ધ લોકો (Well-known Dignitaries) તેજજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ સામાજિક પહેલના સહભાગી રહ્યાં છે.
ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટ હિન્દી ભાષામાં લેવામાં આવે છે.
ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટ ગુજરાતમાં સ્થિત શ્રી કબીર પારખ આશ્રમ, સણિયા હેમાદ, સુરત. આ સ્થળ પર આયોજિત કરવામાં આવી છે.
આ શિબિરમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ રહેવાની વ્યવસ્થા છે.
૧૮ વર્ષ અને તેના ઉપર, કોઈ પણ વયના લોકો ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટમાં ભાગ લઈ શકે છે.
ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટ માટે આપને નીચે આપેલ વસ્તુઓ આપની સાથે લાવવી અનિવાર્ય છે:
૧. પાંચ દિવસ માટે જરૂરી કપડાં અને ઓઢવા માટે શાલ/બ્લેન્કેટ સાથે લાવશો.
૨. આપ નિયમિત રૂપે દવા લઈ રહ્યા છો તો કૃપા કરીને આપની દવાઓ સાથે લઈને આવજો.
ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટ સરશ્રીની શિક્ષાઓ પર આધારિત છે. સરશ્રીના પ્રવચનો ચાલવાની સાથે રિટ્રીટનું સંચાલન સત્યાચાર્યો દ્વારા કરવામાં આવે છે.
નિશ્ચિત રહો, ધ મહાઆસમાની મેજિક ઑફ અવેકનિંગ રિટ્રીટ માટે આપે જે ફોન નંબર અને ઇ-મેલ આપી છે, તેનો ઉપયોગ માત્ર રિટ્રીટના સંદર્ભમાં માહિતી માટે જ કરવામાં આવશે.
શ્રી કબીર પારખ આશ્રમ, સણિયા હેમાદ, સુરત- 395006. શિબિર સ્થળ સંપર્ક : 7600736553
ગૂગલ મેપ લોકેશનઃ https://maps.app.goo.gl/CAL1QT7HW9ydaVJt8?g_st=aw
સુરત રેલ્વે સ્ટેશનથી શ્રી કબીર પારખ આશ્રમ લગભગ 10 કિલોમીટર દૂર છે. આપ ટેક્સી, ઓટો રિક્ષા, ઓલા અથવા ઉબર દ્વારા પણ પહોંચી શકો છો
૧. વરાછા રોડ પર આવેલ સીમાડા નાકા કે સરથાણા નાકાથી આશ્રમ 5 કિલોમીટર છે.
૨. કડોદરા રોડ પર સરોલીથી આશ્રમ 2 કિલોમીટર છે.
ગૂગલ મેપ લોકેશનઃ https://maps.app.goo.gl/CAL1QT7HW9ydaVJt8?g_st=aw
© Copyright 2026 | Tej Gyan Foundation | Privacy Policy